Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઓએમજી.....આ માજીએ 94 વર્ષની વયે પ્રથમવાર પહેર્યા લગ્નના વસ્ત્ર

નવી દિલ્હી:  શું તમે ક્યારેય સાભળ્યું છે કે કોઈ વૃદ્ધ મહિલાએ પહેલી વખત લગ્નના વસ્ત્રો પહેર્યા હોય, 94 વર્ષની આ મહિલાનું સપન હતું કે લગ્નના વસ્ત્રો પહેરે. તે પોતાના પૌત્ર-પૌત્રીના લગ્નમાં આ ડ્રેસ પહેરીને ખૂબ ખુશ થઈ. બર્મિધમની માર્થામાં ઓફેલિયા મૂન ટકર (Martha Mae Ophelia Moon Tucker) માટે જીવનનું સપનું રહ્યું છે કે તે લગ્નના વસ્ત્રો પહેરે. 1952માં તેમના લગ્ન થયા હતા ત્યારે તેમના પતિએ તેમને ફિલ્મોમાં લઈ જશે તેમ જણાવ્યું હતું અને તે જ કારણથી મૂન ટકરે ભાગીને લગ્ન કરી લીધા. 94 વર્ષની વૃદ્ધ મહિલા બુજુર્ગ મૂન ટકર (Moon Tucker) ક્યારેય પારંપરિક લગ્ન ના કરી શકી, પરંતુ ગયા અઠવાડિયે તેમનું સપનું સાકાર થયું. લગ્નમાં દુલ્હનના વસ્ત્રો પહેર્યા. તેમણે જણાવ્યું કે જે પહેલા ડ્રેસ પહેર્યો હતો તે તેના પસંદનો હતો. એ ડ્રેસ પહેરીને તે રાણીનો અનુભવ કરી રહી હતી.

મૂન ટકરે કહ્યું, ' મને એવું લાગ્યું કે હું લગ્ન કરી રહી હતી. મેં મારી જાતને જોઈ અને કહ્યું, આખરે હું છું કોણ? અત્યારે, એ પહેરવેશનો આનંદ લીધો.' 1975માં મૂન ટકરેના પતિનું અવસાન થયું હતું. મૂન ટકરે કહ્યું કે, તે પોતાના પૌત્ર-પૌત્રીના લગ્ન દરમિયાન આ પોશાક પહેર્યો તેમને હું દિલથી ધન્યવાદ કહેવા માંગીશ. મૂન ટકરની વાતને ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવ્યા પછી આ પોસ્ટ હજારો વખત શેર કરવામાં આવી.

(5:59 pm IST)