Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પોલીસે ઘરમાં દરોડો પાડયો તો મળી આવ્યા ૨૦ અજગરઃ ૫૮૫ ઉંદર અને ૪૬ સસલાં

ન્યુયોર્ક, તા.૧૪:અમેરિકાના ઉટાહ પ્રાંતના રહેવાસી ૬૪ વર્ષના માર્ટિન બોનના દ્યરે પોલીસે તથા અન્ય વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને તેની સામે મોટી સંખ્યામાં વિદેશી પ્રાણીઓને પાળવાનો ગુનો નોંધ્યો હતો. બાતમીના આધારે અધિકારીઓએ માર્ટિનના ઘરમાં તપાસ કરી ત્યારે દ્યરમાં મ્યાનમાર (બર્મા)ના ૨૦ અજગર, ૫૮૫ ઉંદર અને ૪૬ સસલાં હતાં. ૨૦ અજગરોમાંથી ૧૦ અજગર તો ૧૦ ફુટથી વધારે લાંબા હતા. અધિકારીઓએ નોંધ્યું હતું કે કેટલાંક પ્રાણીઓ પાંજરામાં હતાં અને અજગર સહિત કેટલાંક પ્રાણીઓ ખુલ્લામાં ફરતાં હતાં. એ પ્રાણીઓને વેટરનરી ડોકટર અને એનિમલ કન્ટ્રોલ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.

(12:37 pm IST)
  • મહારાષ્ટ્રમાં આવતીકાલ 15 ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન દોડશે : લાઈબ્રેરીઓ ખુલી જશે : મંદિરો ખોલવા અંગે હજુ નિર્ણય લેવાનો બાકી access_time 6:09 pm IST

  • આવકવેરા રીટર્ન-ઓડીટ રીપોર્ટ ફાઇલ કરવાની મૃદત લંબાવોઃ માગણી : ૨૦૨૦-૨૧ની સાલના નાણાકીય વર્ષના ઇન્કમટેકસ રીટર્ન અને ટેક્ષ ઓડીટ રીપોર્ટ ફાઇલ કરવા માટે ગુજરાતમાં ચાર્ટડ એકાઉન્ટન્ટો અને ટેક્ષ પ્રેકટીક્ષનરોએ તારીખ લંબાવવા માગણી કરી છે. access_time 12:48 pm IST

  • ભારત સાથે યુદ્ધ માટે તૈયાર રહેવા ચીની લશ્કરને શી જિનપિંગે આદેશો આપ્યા મોટો વિસ્ફોટ : ભારત સાથે સરહદી છમકલાં અને મડાગાંઠના પગલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચાઈનીઝ લશ્કરને ભારત સાથે યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશો આપી દીધાનું ચીનના અખબારોમાં પ્રસિદ્ધ થયું છે. આ પ્રસિદ્ધ થયેલા અહેવાલો અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહ્યાનું "ન્યુઝફર્સ્ટ" લેટેસ્ટ અહેવાલમાં જણાવાયું છે access_time 12:02 am IST