Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આ દેશમાં બળાત્કારના આરોપીઓને આપવામાં આવે છે કડકમાં કડક સજા

નવી દિલ્હી: દેશમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓ સામે આવે છે. ક્યારેક એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે, બળાત્કારના આરોપી જેલમાંથી જામીન પર બહાર આવીને પીડિતાને ધમકાવવાના અથવા તો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં પ્રયાસ કરતા હોય છે. ત્યારે દેશમાં બળાત્કારીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી વર્ષીથી લોકો કરી રહ્યા છે. ત્યારે આજે એવા દેશની વાત કરવી છે કે, એ દેશે તમામ પુરુષોની સામે કડક કાયદો લાગુ કરવાનું બીડું ઉઠાવ્યું છે.

આ દેશનું નામ છે કઝાકિસ્તાન. આ દેશમાં બાળ જાતીય શોષણના આરોપીને નપુંસક બનાવી દેવામાં આવે છે. ત્યાંનું તંત્ર યૌન શોષણના આરોપીઓને પાઠ ભણાવવા માટે મીડિયામાં એક અભિયાન ચલાવી રહી છે. જેમાં આરોપીને ઇન્જેક્શન આપીને નપુંસક બનાવવમાં આવી રહ્યા છે. આ ઉપરાંત આરોપીઓને ટીવી પર દયાની ભીખ માગતા પણ દેખાડવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર કઝાકિસ્તાનમાં નિયમ ઇન્જેક્શન આપીને આરોપીને નપુંસક બનાવામાં આવે છે. જેલમાં લાંબી સજા ભોગવ્યા પછી આરોપીઓને આમાંથી મુક્તિ મળતી નથી. જેલમાંથી બહાર આવ્યા પછી આવા લોકોને ઇન્જેક્શન આપવામાં આવે છે. નપુંસક બનાવવાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલા એક આરોપીએ પહેલુ ઇન્જેક્શન લીધા પછી આ ઘટનાને ટીવી પર બર્બરતા ભરી કહીને તેના પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી. તેને કહ્યું હતું કે તે તેનાથી ખરાબ દુશ્મનને પણ આવી સજા આપવા માંગતો નથી.

(5:17 pm IST)