Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સંબંધોનું સંશોધન

પૈસા - સુંદરતા મહિલાઓ માટે કંઈ કામનું નથીઃ પુરૂષોમાં કયા ગુણો શોધતી હોય છે મહિલાઓ?

નવી દિલ્હી, તા.૧૨: કોઈ પણ સંબંધનો પાયો કેટલાય પ્રકારના માપદંડોથી ઘેરાયેલો હોય છે. જીવનસાથીની પસંદગીમાં લોકો શારીરિક બનાવટ, સુંદરતા અને પૈસા જ નથી જોતા. પણ કયારેક આ સિવાયના ફેકટર પણ ખૂબ કામ કરી જાય છે. એક નવા સંશોધનમાં પણ આ વાત સામે આવી છે. સ્ટડીમાં જણાવ્યા અનુસાર જયારે વાત મજબૂત સંબંધોની આવે છે, ત્યારે પાર્ટનરના પરિવાર અને મિત્રો સાથે સારો સંબંધ, સેકસ અને પૈસાથી વધારે મહત્વપૂર્ણ હોય છે. સ્ટડીમાં પાર્ટનરની સૌથી જરૂરી ખૂબીઓ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે.

આ સ્ટડીમાં પાર્ટનરના વ્યવહારમાં 'સેંસ ઓફ હ્યૂમર' અને 'સેકસુઅલ સેટિસફેકશન' જેવી કવોલિટીઝ પર વધારે ફોકસ રહ્યુ છે, પણ મોટા ભાગના લોકોએ કહ્યુ કે, તેમનો પાર્ટનર તેમના મિત્ર અથવા પરિવાર પ્રત્યે કેવુ રિએકટ કરે છે. તે ખૂબ જ મહત્વનું છે.

યુનિવર્સિટી ઓફ નિકોસિયાના આ આંકડા પર બ્રિટેનની ટોપ રિલેશનશિપ ચેરિટી રિલેટના મુખ્યા અમાંડા મેજરે કોઈ હૈરાની નથી થઈ. રવિવારે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, એકબીજાના મિત્રોને પસંદ કરવા અને તેમની સાથે સહજતાથી સંબંધો સ્થાપવા એકબીજાના સંબંધને ગાઢ બનાવે છે. પોતાપણાનો ભાવ અપાવે છે.

તેમણે કહ્યુ કે, કોઈ પણ લોંગ ટર્મ રિલેશનશિપમાં મુશ્કેલીઓ આવે છે. પણ જો આપણી પાસે એક સપોર્ટિંવ ફેમિલી હોય તો કપલ્સને મુશ્કેલ પરિસ્થીતીમાં મદદ મળે છે. શરત એ છે કે, તે વ્યકિતગત નિર્ણયો પર હાવી ન થાય અને જબરદસ્તી કોઈ પણ સમાધાન લાગૂ ન કરે.

સોશિયલ સાઈંટિસ્ટ મેનેલોસ એપોસ્ટોલૂ અને ક્રિસ્ટોફોરોસના નેતૃત્વમાં નિકોસિયાની આ સ્ટડીમાં ૨૦૭ લોકોના અતીત અને વર્તમાનના સંબંધના આધારે પ્રતિક્રિયાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું.

સ્ટડીમાં લોકોને એ પુછવામાં આવ્યુ કે, શું તે પોતાના પાર્ટનરમાં કયા કયા ગુણોને સર્વોપરી માને છે. જેમ કે પોતાના વિશ્વાસુ અને વફાદાર હોવુ, સમાધાન કરવાની વૃતિવાળુ હોવુ, જીવન પ્રત્યે કેટલો સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે.

આ સ્ટડીમાં મહિલાઓથી વધારે પુરૂષોનું એ માનવુ છે કે, એક સફળ રિલેશનશિપ માટે સેકસુઅલ એટિસફેકશન અને સમાધાન કરવાની યોગ્યતા વધારે મહત્વપૂર્ણ હોય છે. જો કે મહિલાઓએ આ વાતને વધારે પ્રાથમિકતા આપી નથી. તેમનું માનવુ છે કે તેમને પાર્ટનર કમિટેડ હોવો જોઈએ.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ સ્ટડી એ તરફ ઈશારો કરે છે કે, માતા-પિતા પોતાના સંતાનોની પર્સનલ લાઈફ અને તેમના જીવનસાથીને લઈને ખૂબ જ દખલગીરી રાખે છે. જો આપના પેરેન્ટ્સ જીવનસાથીને નાપસંદ કરે છે તો તે આપના સંબંધમાં દખલ દેવા માંડે છે.

એકસપર્ટ કહે છે કે, પોતાના પાર્ટનરના પરિજનો સાથે રહેતા કપલ્સનો સંબંધ તૂટવાની સંભાવના ઓછી હોય છે. પાર્ટનરનું ફેમિલી સંબંધ મજબૂત હોય તો, કપલ્સનું બોન્ડીંગ પણ આપોઆપ મજબૂત થઈ જાય છે.

આવી જ રીતે પાર્ટનરના દોસ્તો સાથે જો આપને સારુ એવુ બોન્ડીંગ નથી રહેતુ તો આપનો સંબંધ નબળો થઈ જશે. આવુ એટલા માટે કેમ કે લોકોને ઈમોશનલ સપોર્ટ મળે છે ને તે વેરવિખેર થવા નથી માગતા.

(3:48 pm IST)