Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અમેરિકાના કેલિફોર્નિયામાં ખિસકોલીએ મચાવ્યો આતંક:જીવ બચાવવા લોકોને ઘર છોડીને જવાની નોબત આવી

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં ચિપમંક્સ એટલે કે એક પ્રકારની ખિસકોલી જેમાં પ્લેગના સંક્રમણ જોવા મળ્યા છે. ચિપમંક્સ એક પ્રકારની નાની ખિસકોલી છે. આ સમાચાર મળતા જ કેલિફોર્નિયની રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ કેટલાક વિસ્તારોને બંધ કરવાનો નિર્ણય લીધો છે જે વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ ના હોય. આ વિસ્તોરમાં જાણીતું ફરવા લાયક સ્થળ સાઉથ લેક તાહો, કીવા બીચ અને ટેલર ક્રીક સામેલ છે. હાલ તો એક રૂટિન તપાસની પ્રક્રિયા દરમિયાન સાઉથ લેક તાહોમાં ઉંદર, ખિસકોલી અને અન્ય ઉંદર જેવી પ્રજાતિના જીવની તપાસ કરવામાં આવી છે. જેના રિપોર્ટ પણ સ્થાનિક સમાચાર પત્રોમાં છાપવામાં આવ્યા હતા. આ તમામ રિપોર્ટ્સ અનુસાર 6 ઓગસ્ટથી સાઉથ લેક તાહો, કીવા બીચ અને ટેલર ક્રીક વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.. એ પણ સમાચાર સામે આવ્યા છે કે આ ચિપમંક્સ એટલે કે નાની ખિસકોલીના સંપર્કમાં આવેલા કોઈ પણ મનુષ્યને આ પ્લેગ અથવા અન્ય કોઈ બીમારીનો સામનો નથી કરવો પડ્યો.

 

(5:04 pm IST)