Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ચીન સહીત વિશ્વના સાત દેશોમાં સામે આવ્યા ડેલ્ટાના કેસ

નવી દિલ્હી: કોરોનાના ડેલ્ટા સ્વરૂપે હવે ભારત સહિત વિશ્વની મુશ્કેલી વધારી દીધી છે અને આ વેરીએન્ટને પારખવામાં વિશ્વના પૈડામીક નિષ્ણાંતો પણ અસફળ રહ્યા છે તે જે ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યા છે તેના કારણે વિશ્વના સાત દેશો જેઓએ કોરોના સામેની તેની રણનીતિ બદલાવી હતી તેમાં પણ હવે ફેરફાર કરવાની નોબત આવી ગઈ છે જયારે પુરી દુનિયા કોરોનાની પ્રથમ લહેરના મધ્યમાં હતી અને બાદમાં બીજી લહેરમાં સપડાઈ હતીતો આ સંક્રમણને મહાત કરવામાં ચીન સૌથી સફળ રહ્યું હોવાના સંકેત હતા અને તે ઓપનઅપ થવા લાગ્યું હતું પણ જયાંથી કોરોનાના સંક્રમણની શરુઆત થઈ હતી તે વુહાન શહેર ફરી સંક્રમણની ચપેટમાં આવી ગયું છે. મધ્ય ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનમાં ઝડપથી સંક્રમણ ફેલાતા ચીનના તંત્રએ ફરી અહી આક્રમક રીતે ટેસ્ટીંગ-ટ્રેસીંગની કામગીરી 1.1 કરોડ લોકોની તપાસ કરી છે. જેમાં 2800 કેન્દ્ર પર 28000 સ્વાસ્થ્ય કર્મીઓને કામે લગાવાયા હતા. ચીન થોડા કેસથી પણ ગભરાવા લાગ્યુ છે અને વિદેશી પ્રવાસીઓના આગમનથી લઈને લોકલ લોકડાઉનને અપનાવી રહ્યું છે અને અત્યાર સુધી અહી જે વેકસીનેશન થયું તેની સામે પણ પ્રશ્ન છે અને હવે બુસ્ટર ડોઝની તૈયારી કરે છે. પ્રવાસન માટે જાણીતા થાઈલેન્ડની હાલત પણ આવી જ છે. અહી લોકડાઉન સહિતના કારણે કોરોના ગયો તેવું મનાતું હતું.

(5:03 pm IST)