Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

પાકિસ્તાનમાં ગધેડાની વસ્તીમાં થઇ રહ્યો છે વધારો

નવી દિલ્હી: પાકિસ્તાન આજકાલ ગધાસ્તાન બનવા જઈ રહ્યું છે!અલબત, આ કટાક્ષ પણ છે અને હકીકત પણ છે. હકીકત એ છે કે પાકિસ્તાનમાં દર વર્ષે ગધેડાની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. કટાક્ષ એ છે કે પાકિસ્તાનનાં નેતાઓ ગધેડા સાબિત થયા છે. કારણ કે આતંકવાદીઓને પાળવા પોષવામાં રચ્યા પચ્યા રહેતા પાકિસ્તાનનાં નેતાઓના કારણે આજકાલ પાકિસ્તાન શ્રીલંકાનાં રસ્તે જઈ રહ્યા છે.અહી ગમે ત્યારે શ્રીલંકાવાળી થઈ શકે છે. મૂળ વાત પર આવીએ તો, પાકિસ્તાનમાં ત્યાનાં નેતા કરતા ગદેડા દેશ માટે ઉપયોગી સાબિત થયા છે. પાકિસ્તાનની આવકમાં જીડીપીમાં પશુપાલનના વ્યવસાયનું મોટુ યોગદાન છે. પાકિસ્તાનમાં આજકાલ ગધેડાની સંખ્યા વધીને 57 લાખે પહોંચી છે.ગુરૂવારે જાહેર થયેલ ઈકોનોમિક સર્વે (પીઈએસ) 2021-22 માં આ વાત બહાર આવી છે.સર્વેનો ડેટા જણાવે છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા છેલ્લા કેટલાંક વર્ષોથી સતત વધી રહી છે. 2019-20 માં તેની વસ્તી 5.5 મિલીયન હતી, જે 2020-21 માં 5.6 મીલીયન થઈ ગઈ છે. આંકડા બતાવે છે કે પાકિસ્તાનમાં પશુઓની વસ્તી વધી ગઈ છે.

(6:23 pm IST)