Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કોલેસ્‍ટ્રોલના ઘટાડવા માટેની ફેનોફાઈબ્રેટની મદદથી કોરોના સંક્રમણથી ૭૦ ટકા સુધીનો બચાવ કરી શકાય

બ્રિટનના રિસર્ચમાં દાવો

લંડન,તા. ૯ : કોલેસ્‍ટ્રોલને ઘટાડનારી દવા ફેનોફાઈબ્રેટથી કોરોના સંક્રમણને ૭૦ ટકા સુધી ઘટાડી શકાય છે. યુકેની બર્મિંઘમ યૂનિવર્સિટીએ રિસર્ચમાં આ વાત જાહેર કરી છે. તેમનો દાવો છે કે ફેનોફાઈબ્રેટ એસિડ કોરોનાના સંક્રમણને ઘટાડવામાં મદદ કરે છે. આ એક ઓરલ ડ્રગ છે. તેનો ઉપયોગ બ્‍લડમાં કોલેસ્‍ટ્રોલ અને લિપિડને કંટ્રોલ કરવા માટે કરાય છે. દનિયામાં આ દવા સરળતાથી મળી રહે છે અને તે સસ્‍તી પણ છે. કોલેસ્‍ટ્રોલના દર્દી પર દવાનો ઉપયોગ કરવા માટે દુનિયાની અનેક ડ્રગ ઓથોરિટીની મંજૂરી પણ મળી છે.  

શોધકર્તા એલિજા વિસેંજીનું કહેવું છે કે પરિણામ જણાવે છે કે ફેનોફાઈબ્રેટમાં કોરોનાના સંક્રમણના ગંભીર હોવાથી રોકવાની ક્ષમતા છે. આ વાયરસને ફેલાતો અટકાવે છે. તેમનુ કહેવું છે કે દરેક ક્‍લીનિકલ ટ્રાયલ પૂરા થયા બાદ આ દવા એ લોકોને આપી શકાય છે જેમને વેક્‍સિન આપી શકાતી નથી. જેમ કે બાળકો અને હાયપર ઈમ્‍યુન ડિસઓર્ડરના દર્દીઓ.
વૈજ્ઞાનિકોએ ગયા વર્ષે લેબમાં કોરોનાના ઓરિજિનલ સ્‍ટ્રેનથી સંક્રમિત થયેલી કોશિકાઓ પર ફેનોફાઈબ્રેટ દવાની અસરને તપાસી હતી. રિઝલ્‍ટમાં ૭૦ ટકા સંક્રમણનો ખતરો જોવા મળ્‍યો. અમેરિકા અને ઈઝરાયલની હોસ્‍પિટલમાં એડમિટ કોરોનાના દર્દીઓ પર દવાનું ટ્રાયલ કરાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનં કહેવું છે કે આ દવા કોરોનાના અલ્‍ફા, બીટા સ્‍ટ્રેન પર પણ અસરકારક છે.  
શોધકર્તાનું કહેવું છે કે કોરોનાના ડેલ્‍ટા સ્‍ટ્રેન ખૂબ જ ખતરનાક છે. આ સ્‍ટ્રેનપ પર ફેનોફાઈબ્રેટ દવા કેટલી અસરકારક છે તેને લઈને રિસર્ચ થઈ રહ્યું છે. જલ્‍દી પરિણામ જાહેર કરાશે.

 

(10:07 am IST)