Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

જાપાનમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: જાપાનના બોનીન ડ્રિપથી 320 કિલોમીટર ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આજે ભૂકંપના મધ્યમ ઝાટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે રિક્ટર મુજબ 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકાનું મુખ્ય કેન્દ્ર સમુદ્રથી 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું.આ ઘટનામાં કોઈ જાનહાની થઇ હોવાનું જાણવામાં નથી આવી રહ્યું.

(8:04 pm IST)
  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST