Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

દિવાળી વેકેશન બાદ ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા ચીફ જસ્ટિસ સમક્ષ રજુઆત

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસ્સોશિયેશન (GHCAA) દ્વારા રજુઆત કરાઈ

અમદાવાદ : દિવાળી વેકેશન બાદ ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવે તેવી માંગ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસ્સોશિયેશન (GHCAA) દ્વારા ચીફ જસ્ટિસ સમક્ષ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશન દ્વારા ૨૮ મી ઓગસ્ટના રોજ યોજવામાં આવેલી બેઠકમાં આ મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનના ઠરાવમાં રજૂઆત કરવામાં આવી હતી કે ઘણા મુદ્દા પર ચીફ જસ્ટિસ સાથે ચર્ચા કરવા માટે મેનેજીંગ કમિટિના સભ્યોને બેઠક કરવાનો સમય ફાળવવામાં આવે. આ બેઠક ઝૂમ થકી પણ થઈ શકે તેવી પણ રજુઆત કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી મેટરમાં રજીસ્ટ્રી દ્વારા કાઢવામાં આવતા ઓફીસ ઓબજેક્શનને વિલંબ થતો હોવાની રજુઆત કરાઈ હતી. જજને 10 સિવિલ અને 10 ક્રિમિનલ મેટરના રોસ્ટરના સ્થાને ફિઝિકલ સુનાવણી દરમિયાન જે રોસ્ટર તૈયાર કરવામાં આવતું હતું એ જ રીતે અત્યારે પણ રોસ્ટર મુકવામાં આવે.

ગુજરાત હાઈકોર્ટ બાર એસસોશિયેશન દ્વારા અગાઉ પણ ફિઝિકલ સુનાવણી શરૂ કરવા માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે પણ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાડી ફર્સ્ટ કોર્ટનું યુ-ટ્યુબ પર પ્રાયોગિક ધોરણે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે

(8:39 pm IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST