Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કલોલ નજીક સઈજ ગામે ઝાડા ઉલ્ટીથી બેભાન થઇ જવાથી સગીરનું મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામ્યો

કલોલ :  કલોલ પાસેના સઇજ ગામે રહેતા સગીર ને ઝાડા ઉલટી થઇ જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ઘરે લાવવામાં આવ્યો હતો.જ્યાં ચક્કર આવતા પડી ગયો હતો જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોક્ટરે તેને તપાસીને મરણ ગયેલ  જાહેર કર્યો હતો બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.

કલોલ તાલુકાના સઇજ ગામે રહેતો વિકાસ કુમાર સુલા ભાઈ માજી ઉમર વર્ષ ૧૫ ને ઝાડા ઊલટી થઈ ગયા હતા જેથી તેને પ્રથમ સારવાર માટે ગામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર કર્યા બાદ યુવકની તેના ઘરે મોકલી દેવામાં આવ્યો હતો ત્યારે સાંજના સમયે આ યુવક પડી જતા તે બેભાન થઈ ગયો હતો જેને સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મરણ થઈ જાય છે બનાવની જાણ પોલીસને થતા પોલીસે લાશને પી.એમ.માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:16 pm IST)