Gujarati News

Gujarati News

નવા વિસ્‍તારોની TP સ્‍કીમમાં ફાઇનલ પ્‍લોટના ક્ષેત્રફળ મુજબ જ સ્‍ટેમ્‍પ ડયૂટી વસૂલવા આદેશ: રાજયમાં નવા વિસ્‍તારોમાં જયાં ટીપી સ્‍કીમો અમલમાં આવી રહી છે ત્‍યાં સબ રજિસ્‍ટ્રારો દ્વારા ફાઈનલ પ્‍લોટને બદલે જમીનના સંપૂર્ણ ક્ષેત્રફળ પર સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો સરકારને મળી હતી : જેથી સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પની ઓફિસ દ્વારા ફાઈનલ પ્‍લોટમાં દર્શાવેલા ક્ષેત્રફળની જ સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી વસુલવા સપ્તાહ પહેલા આદેશ કરવામાં આવ્‍યો છે. : સામાન્‍ય રીતે એફ-ફોર્મમાં દર્શાવાયેલા ફાઈનલ પ્‍લોટના ક્ષેત્રફળને ધ્‍યાને લઈને પ્રીમિયમની ગણતરી થાય છે : એફ-ફોર્મ ન હોય ત્‍યાં સામાન્‍ય રીતે ૪૦ ટકા કપાતનું ધોરણ ધ્‍યાને લેવાય છે : પરંતુ નવા વિસ્‍તારોની ટીપી સ્‍કીમોમાં સંપૂર્ણ જમીન પર સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી વસૂલવામાં આવતી હતી.. access_time 11:00 am IST