Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સુરતમાંથી 3.93 કરોડના 238 આઇફોનમાં ખોટા IMEI નંબર મારતા બે પકડાયા

વિદેશી લુગજ પેકીંગમાં મંગાવતા :મુંબઈ-દિલ્હીથી ખાલી બોક્સ અને સ્ટીકર ખરીદતા

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે Apple iPhone અને સ્માર્ટ વોચના નામે વિદેશથી Apple iPhone કંપનીના મોબાઇલ ફોન તથા સ્માર્ટ વોચ મંગાવી તેને ખાલી બોક્સમાં પેક કરી તેના પર IMEI નંબર વાળા સ્ટીકર બનાવી ગ્રાહકોને વેચનાર બે ઇસમને ઝડપી પાડયા છે.જેમની પાસેથી પોલીસે 238 નંગ Apple iPhone મોબાઇલ ફોન તથા સમાર્ટ વોચ સહીત કૂલ રૂપિયા 9.25લાખ 'ના મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાંચના ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અડાજણ રૂષભ ચાર રસ્તા પાસે આવેલ સંગીની મેગનસ કોમ્પ્લેક્ષ ઓફીસ નંબર 314 મોબી કેર સર્વીસીસ’ નામની ઓફીસમાંથી ફઇમ ફારૂક મોતીવાલા ઉ.વ.આ.૩૯ રહે. અડાજણ, તથા સઇદ ઇબ્રાહીમ પટેલ ઉ.વ.આ.૩૧ આ અંને વ્યક્તિ ને ઝડપી પાડ્યા હતા. આ સાથે ઓફિસ માંથી પોલીસને Apple iPhone મોબાઇલ ફોન નંગ-238 તથા સ્માર્ટ વોચ નંગ-61 તથા અન્ય એસેસરીઝ તેમજ લેપટોપ તથા લેબલ પ્રિન્ટર સાથે મળી આવ્યા હતા. બંને આરોપીને ઝડપી પાડી તેઓની પુછપરછ કરતા તેઓ બંને એકબીજાની ભાગીદારીમા ઓફિસ ચલવતા હતાં. અને વિદેશમાંથી લુઝ પેકીંગમાં Apple iPhoneના અલગ અલગ મોડેલના મોબાઇલ ફોન મંગાવી તે મોબાઇલ ફોનને વેંચાણ કરવા માટે મુંબઇ તથા દિલ્હી ખાતેથી Apple iPhone ના અલગ અલગ મોડેલના મોબાઇલ ફોનના ખાલી બોક્સ તથા બ્લેન્ક સ્ટિકર (કોરા સ્ટીકર) મંગાવી લુઝ પેકીંગ માં આવેલ Apple iPhone ના IMEI નંબર તથા જરૂરી વિગત લેપટોપમાં ટાઇપ કરી લેબલ સ્ટિકર પ્રિન્ટરની મદદથી સ્ટિકર પર પ્રિન્ટ કરીને બોક્સ પર લગાવી તેમા એસેસરીઝ નાખી તેને પેક કરી ગ્રાહકોને વેચતા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અલગ અલગ મોડેલના Apple iPhone મોબાઇલ ફોન નંગ-238 કૂલ જેની કિંમત 3.73,57,000/, સ્માર્ટ વોચ કૂલ નંગ-61 કૂલ કિંમત રૂ.17,80,000/,USB ચાર્જર તથા કેબલ ફૂલ નંગ-424 કૂલ,લેપટોપ નંગ-01 કિંમત રૂપિયા 10,000/કિંમત 42,400/,લેબલ પ્રિન્ટર નંગ-01 કિંમત રૂપિયા 10,000/, Apple iPhone કંપનીના અલગ અલગ મોડેલના મોબાઇલ ફોનના ખાલી બોક્સ નંગ-250 જેની કૂલકિંમત રૂપિયા 25,000/,સ્ટિકર કૂલ કિંમત રૂપિયા 700/ મળી કુલ્લે 92,25,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે.હાલ આ મામલે પોલીસે બંને વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(8:18 pm IST)