Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કિરણ પટેલના મુદ્દે ચર્ચાથી ભડકતી સરકારઃ ગૃહની બહાર કોîગીના દેખાવો

કમલમથી કાશ્મીર સુધી કેવી રીતે પહોîચ્યો? વિપક્ષ ઇચ્છે છે ચર્ચા ઃ અમિત ચાવડા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૮:આજે પણ વિધાનસભા ભવન ખાતે કોîગી ધારાસભ્યોઍ દેખાવ કર્યો છે. આજે કોîગ્રેસે ફરી આક્રમક અંદાજ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વિધાનસભા બહાર કોîગ્રેસે મહાઠગ કિરણ પટેલને લઇને હોબાળો કર્યો હતો આ દરમિયાન કોîગ્રેસે જણાવ્યું હતું કે, કિરણ પટેલનો મુદ્દો અમે ઉઠાવવાના હોવાથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કિરણ પટેલે અનેક લોકોને છેતર્યા હોવાની વાત પણ કોîગ્રેસના નેતા અમિત ચાવડાઍ કરી હતી હાથમાં પોસ્ટર લઇને કોîગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું કમલમથી કાશ્મીર સુધી પોહંચ્યાનો આક્ષેપ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે વિધાનસભામાં કોîગ્રેસ દ્વારા રાહુલ ગાંધી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્નાં હતું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીઍ વારંવાર ના પાડવા છતા વિધાનસભાની કાર્યવાહી આગળ ધપાવવાના બદલે કોîગ્રેસના સભ્યોઍ સરકાર સામે સુત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.

જેને પગલે વિધાનસભાની કાર્યવાહીમાંથી કોîગ્રેસી  ધારાસભ્યોને કલમ પ૧ હેઠળ ગૃહમાં ઍક દિવસ માટેસસ્પેન્ડ કરાયા હતા પરંતુ કલમ પર હેઠળ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે દરખાસ્ત મુકી અને મંત્રી બળવંતસિંહ અને રાઘવજી પટેલ ટેકો આપ્યો હતો અને વિધાનસભા કલમ હેઠળ કોîગ્રેસના તમામ સભ્યોને સત્ર પુર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવતીકાલે સત્રનો અંતિમ દિવસ છે.

કોîગી ધારાસભ્ય શૈલેષ પરમારે પણ આક્રોશ ઠાલવ્યો હતો.

(3:18 pm IST)