Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વડોદરાના ડભોઇ વિસ્તારમાં લેબ ટેક્નિશિયનની નોકરી છૂટી જતા યુવાને ઝેરી દવા ગટગટાવતા સારવાર અર્થે

વડોદરા: શહેરના ડભોઇમાં લેબ ટેકનિશિયનની નોકરી છૂટી જતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

અંગેની વિગત એવી છે કે ડભોઇમાં યમુનાનગર ખાતે રહેતો ૨૬ વર્ષનો મનિષ અરવિંદભાઇ બારીયા ખાનગી લેબોરેટરીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો. લોકડાઉન દરમિયાન તેની નોકરી છૂટી ગઇ હતી અને ઘણા સમયથી તેને કોઇ કામ પણ મળતું હતું જેથી હતાશ રહેતો હતો.

મનિષની પત્ની ત્રણ દિવસ પહેલાં પિયર ગઇ હતી અને ઘેર તે વિધવા માતા ઉર્મિલાબેન સાથે હતો ત્યારે ગઇકાલે સવારે પોતાના ઘેર કીડી-મકોડી મારવા માટે છાંટવાનો ઝેરી પાવડર પાણીમાં ભેળવી પી લેતા તેની તબિયત બગડી હતી.

(6:12 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ પહેલા મમતા બેનરજીની મહત્વની ઘોષણાં : રાજ્યના તમામ 10 કરોડ નાગરિકોને રૂપિયા 5 લાખ સુધીની કેશલેશ સુવિધા અપાશે : ભાજપના ' વિકાસ ' પ્રચાર સામે મમતાનું ' વિકાસ કાર્ડ ' access_time 1:15 pm IST

  • હોસ્પિટલોમાં આગની ઘટનાઓ જરા પણ સ્વીકાર્ય નથી : સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરી : રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ નિપજતા સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરતાં કહ્યુ છે કે હાઈકોર્ટ પણ સમગ્ર મામલાને નિહાળી રહ્યા છીએ. આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર્ય નથી : અમે આખા દેશની સ્થિતિ પર માહિતી લઈ રહ્યા છીએ. access_time 1:07 pm IST

  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST