News of Friday, 27th November 2020
વડોદરાના ડભોઇ વિસ્તારમાં લેબ ટેક્નિશિયનની નોકરી છૂટી જતા યુવાને ઝેરી દવા ગટગટાવતા સારવાર અર્થે
વડોદરા: શહેરના ડભોઇમાં લેબ ટેકનિશિયનની નોકરી છૂટી જતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ અંગેની વિગત એવી છે કે ડભોઇમાં યમુનાનગર ખાતે રહેતો ૨૬ વર્ષનો મનિષ અરવિંદભાઇ બારીયા ખાનગી લેબોરેટરીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો. લોકડાઉન દરમિયાન તેની નોકરી છૂટી ગઇ હતી અને ઘણા સમયથી તેને કોઇ કામ પણ મળતું ન હતું જેથી હતાશ રહેતો હતો.
મનિષની પત્ની ત્રણ દિવસ પહેલાં જ પિયર ગઇ હતી અને ઘેર તે વિધવા માતા ઉર્મિલાબેન સાથે હતો ત્યારે ગઇકાલે સવારે પોતાના ઘેર કીડી-મકોડી મારવા માટે છાંટવાનો ઝેરી પાવડર પાણીમાં ભેળવી પી લેતા તેની તબિયત બગડી હતી.
(6:12 pm IST)