Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નર્મદા દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન દોડ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સીનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નર્મદા અંતર્ગત "આઝાદી કા અમૃત મહોત્સવ " "ફિટ ઈન્ડિયા" તા- 27/8/21ના રોજ ભાઈઓની બે કી. મી.ની ફ્રીડમ રન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાથી ખેલાડીઓ જોડાયા હતા, સી પી ડિગ્રી કોલેજ અને ડી એલ એસ એસ ના ખેલાડીઓ અને કોચ,ટ્રેનર્સ જોડાયા હતા આ રનનું ફ્લૅગ ઓફ સી પી ડિગ્રી કોલેજના પ્રચાર્ય કે જે ગોહિલએ કર્યું હતું,દોડમાં વાવડી ગામના અને એક જાગૃત નાગરિક તરીકે 79 વર્ષની ઉંમરે ડી સી પટેલ રિટાયર્ડ પ્રિન્સિપાલે આ દોડમા ભાગ લઈ મહોત્સવની શોભા વધારી હતી અને એમની સાથે કલમ ભાઈ વસાવા સી આર સી કોડીનેટર પણ જોડાયા હતા આ સાથે બે કી. મી. ફ્રીડમ રનમા ખેલાડીઓએ ભાગ લઈ ઉત્સાહ સાથે દોડ પૂરી કરી હતી.તેમ સીનિયર કોચ વિષ્ણુભાઈ વસાવા દ્વારા જણાવામાં આવ્યું હતું

(10:39 pm IST)