Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસમાં વધારો :ઘરે-ઘરે માંદગીના ખાટલા

પશ્ચિમ વિસ્તારમાં ચિકનગુનિયા અને પૂર્વમાં ડેન્ગ્યુના કેસ વધુ નોંધાયા

અમદાવાદ :  અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે શહેરમાં મચ્છરજન્ય ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધતાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો, ક્લિનિકમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. તેમાં પણ પશ્ચિમ વિસ્તારમાં ચિકનગુનિયા અને પૂર્વમાં ડેન્ગ્યુના કેસ વધુ નોંધાયા છે.

(8:17 pm IST)