Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીનો વિરોધ :પાલનપુર ખાતે કલેક્ટરને આવેદન પાઠવ્યું

પેટ્રોલ-ડીઝલ તેમજ રાંધણ ગેસમાં દિન પ્રતિદીન વધતા ભાવથી પ્રજાને હાલાકી: મોંઘવારી દૂર નહી થાય તો આંદોલનની ચીમકી

બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ભાજપ સરકારમાં પેટ્રોલ-ડીઝલ તેમજ રાંધણ ગેસ જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવમાં દિન પ્રતિદીન વધારો થઇ રહ્યો છે. જેના પગલે ગૃહીણીઓને ઘર ચલાવવુ તેમજ લોકોને વાહન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. જેથી બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા ગુરૂવારે મોંઘવારીના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી મોંઘવારી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.અને મોંઘવારી દૂર નહી થાય તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી હતી

(7:47 pm IST)