Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ તરીકે વિનીત કોઠારીની નિમણૂંક

વિનીત કોઠારી હાઇકોર્ટના સિનિયર જજ તરીક્ કાર્યરત :હવે તેમને નવી જવાબદારી સોંપાઈ

અમદાવાદ :ગુજરાતના હાઇકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસની સત્વરે નિમણૂંક કરવામાં આવી છે ,ગુજરાત હાઇકોર્ટના નવા એકટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનિત કોઠારીની નિમણૂંક કરવામાં આવી છે , ચીફ જસ્ટિસ વિનિત કોઠારી આ કાર્યપદ સંભાળશે,

 અત્રે ઉલ્લેખનીય છે કે વિનીત કોઠારી હાઇકોર્ટના સિનિયર જજ તરીક્ કાર્યરત હતા હવે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે તે કાર્યકારી જજની રેસમાં મોખરે હતા અને અંતે તેમના નામ પર જ મોહર લાગી છે ,વિનીત કોઠારી ચીફ જસ્ટિસનો કાર્યભાર સંભાળશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથ હતા. તેઓ 10/09/2019નાં રોજ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક પામ્યા હતા. હાલ સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. . તેઓની નિવૃતીની તારીખ 01/09/2021 છે.

વિનીત કોઠારી રાજસ્થાન હાઇકોર્ટમાં 23 હજારથી વધારે રાજસ્થાન હાઇકોર્ટમાં, 14 હજાર કેસ કર્ણાટક હાઇકોર્ટ અને 8 હજાર કેસ મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી કરી ચુક્યા છે. જે પૈકી મોટા ભાગનાં કેસ સિવિલ અને ટેક્ષ લોને લગતા હોય હતા. આ ઉપરાંત તેઓ નેશનલ કોન્ફરન્સ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ઇન્ટરનેશનલ ટેક્ષેશન અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર યુરોપિયન દેશો જેવા કે એમ્સ્ટ્રાડેમ, હેલ્સીન્કી, સ્વિત્ઝરલેન્ડ અને બ્રિસબેન, ઓસ્ટ્રેલિયમાં સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ આંતરરાષ્ટ્રીય એસોસિએશન અને ટેક્ષ જજીસ બોર્ડમાં પણ રહી ચુક્યા છે અને અને CMJA લંડનના મેમ્બર પણ રહી ચુક્યા છે

(7:46 pm IST)