Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સુરતમાં કોરોના રસીકરણ માટે 160 સેન્ટર જાહેર : 80 સેન્ટર પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ: બીજા ડોઝ માટે સેન્ટર વધારી 49 કર્યા

2 સેન્ટર વિદેશ જનારા માટે અને 10 એપોઈન્ટમેન્ટ લઈને રસી લેનારા માટે શરૂ કરાયા

સુરત:   શહેરમાં આજે કોરોના રસીકરણ માટે 160 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 80 સેન્ટર પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જ્યારે બીજા ડોઝ માટે સેન્ટર વધારીને 49 કરવામાં આવ્યાં છે.2 સેન્ટર વિદેશ જનારા માટે અને 10 એપોઈન્ટમેન્ટ લઈને રસી લેનારા માટે શરૂ કરાયા છે. સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 8 સેન્ટર કોવેક્સિન રસી માટે જાહેર કરાયા છે. જ્યારે 11 કોવેક્સિન માટે સેન્ટર ફાળવવામાં આવ્યાં છે

(7:24 pm IST)