Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કેરળની મહિલા પર ગેંગરેપ :પતિએ ફેક્ટરીના માલિક અને તેના મિત્ર સાથે બળાત્કાર ગુજાર્યો

કેરળમાં દુષ્કર્મની નોંધાવી ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમા ટ્રાન્સફર : વેજલપુર પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ: શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક કેરળની મહિલાએ ગેંગરેપની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેના પતિએ ફેક્ટરીના માલિક અને તેના મિત્ર સાથે રેપ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. આ અંગે પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, વેજલપુર વિસ્તારમાં કેરળની મહિલાએ તેના પતિ અને મિત્રો સામે ગેંગરેપની ફરિયાદ દાખલ કરાવી છે. આ મહિલા 2013 થી 2019 દરમિયાન સતત દુષ્કર્મનો ભોગ બનેલી આ મહિલા 2020માં પતિના પર્સમાંથી પૈસા કાઢીને કેરળ નાસી ગઈ હતી અને કેરળમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમા ટ્રાન્સફર થઈ હતી.

મહિલાએ તેની ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તેના પતિએ ફેકટરી માલિક હરિ નાયર, તેના મિત્ર જય ચન્દ્રા સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. નવા મણિનગર, વેજલપુર અને થલતેજમાં જુદા જુદા મકાન ભાડે રાખીને શોષણ કરતા હતા. આ મહિલાને નજર કેદ રાખીને બંધક બનાવીને રાખતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ મહિલા ન્યાય મેળવવા વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.

આ બનાવની તમામ તપાસ કરતા સામે આવ્યું કે, મહિલા અને તેનો પતિ મૂળ કેરળમાં રહેતા હતા. ફેકટરી માલિક હરિ નાયર પણ કેરળનો રહેવાસી છે. જેથી હરિ નાયરે 2011માં મહિલાના પતિને અમદાવાદ નોકરીની ઓફર આપીને બોલાવ્યો હતો અને ત્યાર બાદ 2013ના વર્ષમાં હરિ નાયર પડોશમાં રહેતી મહિલા રમા ઉદયનના ઘરે આવ્યો હતો. ત્યારે પીડિત મહિલાના પતિએ મદદ કરવાના નામે ત્યાં મોકલી હતી. રમાએ ફેકટરી મલિક સાથે સંબંધ રાખવાની વાત કરી હતી. પરંતુ તેણે ઇન્કાર કરતા હરિ અને જય ચન્દ્રાએ દુષ્કર્મ આચર્યું હતું. આ મુદ્દે પતિને જાણ કરી હોવા છતાં તેને મદદ કરવાના બદલે આરોપીઓ સાથે મળીને શોષણ શરૂ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. આ ફરિયાદને લઈને વેજલપુર પોલીસે મહિલા સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

(6:36 pm IST)