Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો : સિવિલમાં ઓપીડીમાં દર્દીઓની ભારે ભીડ

ઓપીડીમાં 2500થી 3 હજારને બદલે રોજના 3500 દર્દી સારવાર માટે આવે છે: સોલા સિવિલમાં 11 મહિનાના એક બાળકનો સ્વાઈન ફ્લૂ અને 1 બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં મચ્છર જન્ય રોગચાળાએ માથું ઉચક્તા નાના દવાખાનાઓથી લઈને સિવિલ ઓપીડીમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સિવિલમાં દરરોજના 150થી વધારે બાળકો સારવાર માટે આવી રહ્યા છે. જયારે સોલા સિવિલમાં 11 મહિનાના એક બાળકનો સ્વાઈન ફ્લૂ અને 1 બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સોલા સિવિલમાં વાયઈલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેને કારણે સિવિલની ઓપીડીમાં 2500થી 3 હજારને બદલે રોજના 3500 દર્દી સારવાર માટે આવે છે અને તેમાંય રોજ 100થી 150 બાળકોને તાવ, શરદી, ખાંસી જેવાં વાઈરલ ઇન્ફેક્શનનાં લક્ષણો સાથે સારવાર માટે લવાય છે.

સોલા સિવિલમાં 11 મહિનાના બાળકનો સ્વાઇન ફલૂનો તેમજ 15 વર્ષના બાળકને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોલા સિવિલની ઓપીડીમાં રોજના 50થી 60 બાળકોને સારવાર માટે લવાય છે, જેમાંથી 30થી 35ને દાખલ કરવા પડે છે. જ્યારે ઓપીડીમાં સારવાર અપાતી હોય તેવાં બાળકોમાં ઠંડી ચઢીને તાવ અને ઝાડા-ઊલટી મળીને 45થી વધુ કેસ નોંધાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

(6:33 pm IST)