Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ધ્‍યાનથી પસાર થવુ... વિકાસ ખાડે ગયો છે... અમદાવાદમાં જનસંઘર્ષ વિરાટ પાર્ટીના નામે મણીનગર વિસ્‍તારમાં બેનરો લાગ્‍યાઃ અનેક જગ્‍યાએ રસ્‍તાઓ બિસ્‍માર થઇ જતા લોકોમાં રોષ

રોડ બનાવ્‍યા બાદ પાંચ જ દિવસમાં રોડ બેસી જતા લતાવાસીઓમાં ભારે રોષઃ અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોની મીલીભગત હોવાની સ્‍થાનિકોમાં ચર્ચા

અમદાવાદઃ અમદાવાદમાં ચોમાસાની સિઝન પહેલા શહેરના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ન્યુ મણિનગરમાં થાડાક દિવસો પહેલા જ બનાવેલ રોડ બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રોડ પર “ધ્યાનથી પસાર થવું, વિકાસ ખાડે ગયો છે” તેવા બેનર મારી દેવામાં આવ્યા છે.

શહેરમાં વરસાદ પહેલા જ રોડ રસ્તાઓ તૂટી જવાના ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ તંત્રએ આ ગાબડાં પુરવાનું કામ મોટાભાગે પુરૂ કરી નાંખ્યું હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં તૂટી ગયેલા રોડ પર ફરી વાર નવો રોડ બનાવવાની માંગ ઘણા સમયથી હતી. ત્યારે અહીં ભાજપના કોર્પોરેટરોએ ખુદ ઉભા રહીને રોડ તૈયાર કરાવડાવ્યો હતો. જે તૈયાર થયાનાં માત્ર પાંચ જ દિવસમાં બેસી ગયો હતો. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

રામોલ હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ ગૃહમંત્રીની વિધાનસભા બેઠક વટવાએ વિકાસ અને વિકાસએ વટવાના નામે ગીત સાથે રોડ બનાવ્યાનો વીડિયો બનાવ્યો હતો અને પાંચ દિવસમાં જ રોડ બેસી ગયો હતો અને ફરી પાછો ત્યાં ખાડો પડી ગયો હતો. ડ્રેનેજ લાઈનની નાખી હતી અને તેની ઉપર પેચવર્ક કરવામાં આવ્યું હોવાનો અધિકારીઓએ જણાવ્યું હતું.

(5:18 pm IST)