Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

હીરા ઉદ્યોગમાં પાર્ટી 'ઉઠી' જવાના બનાવો ઘટયાઃ આ વર્ષે માત્ર ૩ મામલા : ૧.પ૩ કરોડ ડૂબ્યા

ગત વર્ષે માત્ર એક જ બનાવઃ જયારે કોરોના પહેલાના બે વર્ષમાં ૩૯ મામલાઓમાં ર૭૩ કરોડ ફસાયેલ : મહામારી બાદ ૯૦% વ્યવહાર રોકડમાં થવા લાગ્યાનો ડાયમંડ એસો.નો દાવો

સુરત તા. ર૭  :.. કોરોના પછી વ્યાપાર ઉદ્યોગમાં આવેલ બદલાવથી હીરા ઉદ્યોગમાં ઉઠાંતરીના મામલાઓ ઘટવાનો દાવો સુરત ડાયમંડ એસો. દ્વારા કરાયો છે.

કોરોના કાળ પહેલાના બે વર્ષોમાં પાર્ટી ઉઠી જવાના કારણે હીરા ઉદ્યોગને ર૭૩ કરોડ રૂપીયાનું નુકશાન થયેલ. કોરોના કાળમાં ફકત ર કરોડ રૂપીયા જ ડુબ્યા હતાં. પહેલી લહેર બાદ હીરા ઉદ્યોગોમાં તેજીનો માહોલ છે. તો બીજી અને બોગસ પાર્ટીઓની ઉઠી જવાના મામલાઓમાં મોટી કમી આવી છે જેનું કારણ રોકડ વ્યવહાર માનવામાં આવી રહયા છે.

એસો. મુજબ સ્થાનીક બજારમાં ૯૦ ટકા ખરીદ - વેચાણ રોકડામાં થઇ રહ્યા છે જેથી રૂપિયા ફસાવાનો જોખમ ઘટી ગયું છે. જેના કારણ આ વર્ષે માત્ર ૩ મામલાઓમાં વેપારીના નાણા ડુબ્યા છે. જયારે ર૦ર૦ માં એક જ મામલો સામે આવેલ.

(3:40 pm IST)