Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ફીકસ પગારવાળાને નિયમિત કરવાના હુકમમાં મોડુ થાય તો મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ મળવાપાત્ર

નાણા વિભાગના નાયબ સચિવ દીપલ હડીયલની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ

રાજકોટ,તા.૨૭ : રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જુથ વીમા યોજના ૧૯૮૧ સંદર્ભે ઉદ્ભવતા પ્રશ્નો અંગે નાણા વિભાગના નાયબ સચિવ (પેન્શન અને તિજોરી) શ્રી દીપલ હડીયલએ તા. ૧૮ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ માર્ગદર્શક પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.

જો ફિકસ પગારના કર્મચારીને નિયમિત કરવાનો હુકમ વિલંબથી થાય અને તે દરમિયાનમાં કર્મચારીનું અવસાન થાય તો તેને ખાસ કિસ્સો ગણી એરીયર્સમાંથી ફકત વીમા ફાળાની રકમની કપાત કરી લાગુ પડતા વીમા રક્ષણની રકમનું ચુકવણુ કરવાનું રહેેશે. અન્યથા એરીયર્સમાંથી કોઇ રકમની કપાત કરવાની રહેશે નહીં.

આવા કિસ્સામાં કર્મચારીનાં રેકર્ડ (નિયુકિત ફોર્મ, પગાર સ્લીપ એ.બી.સી. રજીસ્ટર, ફોર્મ નં. ૧૬) આધારિત ખાતરી કરી કચેરીના વડા તેની સેવાપોથીમાં નોંધ કરી શકે અને તેને આધારે જૂથ વીમાને લગતી ચુકવણી કરી શકાય.

(3:39 pm IST)