Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

વાદળો છવાયા છે પણ વરસાદ નહી:તાપ અને વાદળછાયા વાતાવરણથી રોગચાળાની દહેશત

શ્રાવણ માસ પૂર્ણતાના આરે છે. છતાં પણ મેઘરાજાના કોઈ એંધાણ નથી : સમગ્ર રાજ્યમાં વરસાદે ચિંતા વધારી

અમદાવાદ :શ્રાવણ માસ પૂર્ણતાના આરે છે. તેમ છતાં પણ આ વર્ષે મેઘરાજાના કોઈ એંધાણ નથી. સમગ્ર રાજ્યમાં વરસાદે ચિંતા વધારી દીધી છે. જો વરસાદ માફસરનો નહી વરસે તો ખુબજ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ થવું પડશે. 

એક બાજુ વરસાદ નથી તો બીજી બાજુ બેવડી ઋતુ વચ્ચે એટલે કે તાપ અને વાદળછાયા વાતાવરણને કારણે રોગચાળાનું સંકટ તોડાઈ રહ્યું છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાય છે અને થોડા સમય બાદ ધમધખતો તાપ પડે છે. આવા વાતાવરણથી લોકો ત્રસ્ત બન્યા છે. અને વરસાદ પડે તે માટે અલગ અલગ રીતે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.

ચોમાસા સિઝનનો અડધો તબક્કો પુરો થઈ ચૂક્યો છે. તેમ છતાં પણ હજુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદના કોઈ જ એંધાણ નથી. જેના કારણે આ વિસ્તારમાં વિકટ પરિસ્થિતીનો સામનો કરવો પડશે. ઉપરાંત દુષ્કાળના એંધાણ સર્જાય તેવા સંજોગો ઊભા થશે.

વરસાદ નહી પડતા અને થોડા સમયમાં જ વાદળો વિખરાય જાય છે જેથી તાપ પડી રહ્યો છે. આમ એક જ દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, જેથી એકઅંદરે શરદી અને ફીવરના દર્દીઓની સંખ્યા પણ વધી છે. તો વળી મચ્છર જન્ય રોગોનો પણ ઉપદ્રવ વધતાં સ્વાસ્થ્ય સામે મોટુ જોખમ ઉભુ થયું છે. જો આમ ને આમ વાતાવરણ રહેશે તો રોગચાળાની દહેશત સતાવી રહી છે.

(1:56 pm IST)