Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સુરત મનપાએ સ્કૂલ-કોલેજમાં 2400થી વધુ લોકોનું વેક્સિનેશન કર્યું

895 જેટલા વિદ્યાર્થીઓ અને 1867 ટચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ મળી ચોવીસો 2462 લોકોનું વેક્સિનેશન

સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવાના ભાગરૂપે કોલેજ બાદ હવે સ્કૂલોમાં પણ વેક્સિનેશન શરૂ કરાયું છે. 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થી અને સ્કૂલના ટચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ મળી 2400થી વધુ લોકોનો વેક્સિનેશન થયું છે.

સરકાર દ્વારા ધોરણ ૯થી ૧૨ના વર્ગ શરૂ કરાયાની જાહેરાત બાદ મહાનગરપાલિકાએ સ્કૂલોમાં પણ વેક્સિનેશન શરૂ કર્યું છે. સ્કૂલોમાં અભ્યાસ કરતા 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ અને ટીચીંગ તથા નોન ટીચીંગ સ્ટાફને હાલ વેક્સિનેશન થઈ રહ્યું છે. આગામી દિવસોમાં ધોરણ 6થી 8ના વર્ગખંડ પણ શરૂ થશે તેના શિક્ષકોને પણ વેક્સિનેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા વિવિધ સ્કૂલોમાં જઈને શિક્ષકોને વેક્સિનેશન કરી રહી છે.

સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 895 જેટલા વિદ્યાર્થીઓ અને 1867 ટચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ મળી ચોવીસો 2462 લોકોનો વેક્સિનેશન સ્કૂલ-કોલેજમાં કર્યું છે. આગામી દિવસોમાં પણ સ્કૂલ અને કોલેજમાં મહાનગરપાલિકા વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખશે.

(1:49 pm IST)