Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે સુરતની મુલાકાતે

રૂ.23.81 કરોડના ખર્ચે તૈયાર એલઆઇજી યોજના અંતગર્ત 208 બહુમાળી મકાનોનું લોકાર્પણ કરશે : ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહમાં વિવિધ કેટેગરીઝના એવોર્ડસ એનાયત કરશે

સુરત :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે સુરતની મુલાકાતે જશે. સુરતમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ આયોજિત ૪૬માં ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી વિવિધ કેટેગરીઝના એવોર્ડસ એનાયત કરશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  આજે સાંજે 5.45 વાગે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 23.81 કરોડના ખર્ચે તૈયાર એલઆઇજી યોજના અંતગર્ત 208 બહુમાળી મકાનોનું લોકાર્પણ કરશે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના નેજા હેઠળ યોજાના યોજાશે.

કેન્દ્રિય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયના સહયોગથી આયોજિત આ એવોર્ડ્સ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી સુરત ખાતેના અન્ય એક કાર્યક્રમમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા નિર્મિત ૨૦૮ LIG આવાસોનું લોકાર્પણ કરવાના છે. ૧૩ માળના બહુમાળી આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, નવસારીના સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઇ બેરા સહિત પદાધિકારીઓ- હોદ્દેદારો તેમજ LIG યોજના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

(1:10 pm IST)