Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પંચાયત પરિષદના પ્રમુખપદે નયનાબેન પટેલ : ભૂપત બોદર ઉપપ્રમુખ : ભરત ગાજીપરા મંત્રી

ગુજરાત પંચાયત પરિષદની કારોબારી પ્રસંગે મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમાર તથા પરિષદના નવા પ્રમુખ નયનાબેન પટેલ, ઉપપ્રમુખ ભરત બોદર વગેરે હાજર રહ્યા હતા.

રાજકોટ તા. ૨૭ : ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી બેઠકમાં સંસ્થાના પ્રમુખ તરીકે ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નયનાબેન પટેલની પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર તેમજ કચ્છના જીવાભાઇ આહિર અને વલસાડના અલ્કાબેન શાહની વરણી કરવામાં આવી છે. જુનાગઢના પૂર્વ પંચાયત પ્રમુખ ભરત ગાજીપરાને માનદ મંત્રી બનાવાયા છે. જામનગરના પંચયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાને સૌરાષ્ટ્ર ઝોનના સ્ટીયરીંગ કમિટિના પ્રભારી તરીકે જવાબદારી સોંપાયેલ છે. રાજકોટમાંથી કોઇને પંચાયત પરિષદનું ઉપપ્રમુખ પદ મળ્યું હોય તેવો પ્રથમ દાખલો છે. ભૂપત બોદરએ પંચાયત સંસ્થાઓનો સમન્વય વધારી પંચાયતી ક્ષેત્રે ગુજરાતને મોખરાનું સ્થાન અપાવવાનો નિર્ધાર કર્યો છે.

આ બેઠકમાં હોદેદારોની વરણી બાદ કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નવનિયુકત હોદેદારશ્રીઓને શુભેચ્છા પાઠવેલ અને પંચાયત મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા હાલમાં પંચાયત વિભાગ દ્વારા પંચાયતીરાજ સંસ્થાઓને મજબુત બનાવવા સંદર્ભ રાજય સરકારે લીધેલ પગલાંથી માહિતગાર કરેલ અને આગામી સમયમાં પંચાયત વિભાગ હસ્તકની તમામ ખાલી જગ્યાઓ ભરવા ખાતરી આપવામાં આવેલ. પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરે પોતાની આ વરણી બદલ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ, ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ટ્રસ્ટી અને  શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રીશ્રી આર. સી. ફળદુ, પંચાયત મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર અને કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાનો આભાર વ્યકત કરેલ હતો.

(12:56 pm IST)