Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

GTU દ્વારા હવે ફાર્મસી-ઇજનેરી મેનેજમેન્ટ વિશ્વમાં પોસ્ટ ડોકટોરલ રીસર્ચ ફેલોશીપ

વિદ્યાર્થીઓને દર મહિને રૂ. પ૦ હજારની સહાય

અમદાવાદ, તા., ૨૭: વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા હવે એન્જીનીયરીંગ ફામર્સ સહીત અન્ય વિદ્યાશાખામાં પોસ્ટ ડોકટોરલ રીસર્ચ માટે મંજુરી આપવામાં આવી છે.

ઇનોવેશન સ્ટાર્ટઅપ માટે દેશભરમાં જાણીતી બનેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ હવે સંશોધન કાર્યને પ્રોત્સાહીત કરવા આગળ આવી છે. વિદેશી યુનિવર્સિટીની જેમ ડોકટર ઓફ ફીલોસોફી (પીએચડી) બાદ પોસ્ટ ડોકટોરલ રીસર્ચ ફેલોશીપની મંજુરી આપી છે. એન્જીનીયરીંગ, ફાર્મસી અને મેનેજમેન્ટના મુખ્ય ત્રણ  વિષય માટે પોસ્ટ ડોકટોરલ રિસર્ચ શરૂ કરવાની મંજુરી ગુજરાત ટેકનોલોજીકલ  યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલે આપી છે. આ માટે પોસ્ટ ડોકટોરલ રીસર્ચ માટે પ્રતિ માસ રૂ. પ૦ હજારની ફેલોશીપ આપવામાં આવશે.

(12:55 pm IST)