Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજ્યમાં દુષ્કાળના ભણકારા :ચાલુ વર્ષના ઓગસ્ટ મહિનામાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઓછો વરસાદ

GSDMA મુજબ આ ચોમાસું છેલ્લા પાંચ વર્ષનું સૌથી નબળું ચોમાસું

ગાંધીનગરઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં માત્ર 54 એમએમ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ 21.68 ઈંચ વરસાદ પડતો હોય છે તેની સામે માત્ર 11.26 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ ઓગસ્ટ મહિનો પૂર્ણ થવામાં છે તેમ છંતા ગુજરાતમાં હજુ વરસાદની 48 ટકા ઘટ છે. 2020 અને 2019માં અનુક્રમે 543 એમએમ અને 400 એમએમ વરસાદ પડ્યો હતો. GSDMA મુજબ આ ચોમાસું છેલ્લા પાંચ વર્ષનું સૌથી નબળું ચોમાસું છે.

26 ઓગસ્ટે વરસાદની છેલ્લા પાંચ વર્ષની સ્થિતિ મુજબ 2017માં સરેરાશ 810 એમએમની સામે 735 એમએમ, 2018માં સરેરાશ 831 એમએમની સામે 580 એમએમ, 2019માં સરેરાશ 816 એમએમની સામે 731 એમએમ, 2020માં સરેરાશ 831 એમએમની સામે 894 એમએમ અને 2021માં સરેરાશ 840 એમએમની સામે માત્ર 351 એમએમ વરસાદ પડ્યો છે. જે અનુક્રમે 91%, 70%, 90%, 108% અને 42% છે.

(11:35 am IST)