Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજ્યમાં હજુ 4 દિવસ વરસાદની નથી કોઈ સંભાવના

વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી શકે

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે માઠા સમાચાર છે રાજ્યમાં  હજુ 4 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી . હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે તેવી કોઈ સંભાવના નથી. આગામી 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે છૂટોછવાયો વરસાદ. હવામાન વિભાગના મતે ગુજરાતમાં હજુ 48 ટકા વરસાદની ઘટ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી શકે છે. જો કે, હવામાન વિભાગના મતે સપ્ટેમ્બરમાં વરસાદ વરસશે તો પણ જે ઘટ છે તે પૂરી શકાશે નહીં.

(11:32 am IST)