Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજપીપળા ખાતે ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડીંગનુ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કાયદા રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજયના નાગરિકોને ઘર આંગણે જ સરળતાથી અને સસ્તો ન્યાય મળી રહે માટે રાજય સરકાર કટિબધ્ધ છે . આ માટે રાજયના મોટાભાગના જિલ્લાઓમાં કોર્ટેના પોતાના ભવનો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજપીપળા ખાતે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડીંગનુ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે .

  મંત્રીએ ઉમેર્યું કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ રાજયમાં નવીન કોર્ટો અને આનુષાંગિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે . આ માટે કાયદા વિભાગને ભૂતકાળમાં ક્યારેય ન આપી હોય એવી બજેટ જોગવાઈઓ પણ કરાઈ છે . તેમણે ઉમેર્યું કે , રાજ્યના ન્યાયતંત્રમાં પૂરતી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ આધુનિક સુવિધાઓથી સુસજ એવા કોર્ટ બિલ્ડિંગ છેવાડાના નાગરિક અને પક્ષકારના લાભાર્થે નિર્મિત થાય તે માટે સન્નિષ્ટ પરીણામલક્ષી પ્રયાસોના ફલસ્વરૂપ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ગુજરાત સરકાર દ્વારા અંદાજે રૂપીયા ૩૨ કરોડના ખર્ચે જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે .

(10:16 pm IST)