Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અમદાવાદમાં 3થી 11 સપ્ટેમ્બર સુધી તમામ કતલખાનાઓ બંધ રાખવા મનપાનો નિર્ણય

16 સપ્ટેમ્બરે દિગમ્બર સમાજના ઉત્સવ પર પણ કતલખાના બંધ રહેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી શહેરના તમામ કતલખાના બંધ રાખવામાં આવશે. તો 16 સપ્ટેમ્બરે દિગમ્બર સમાજના ઉત્સવ પર પણ કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૈન સમાજના પર્યુષણની શરૂઆત થઈ રહી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન તમામ કતલખાના બંધ રહેશે. આ દરમિયાન જૈન સમાજ દ્વારા પર્યુષણની ઉજવણી કરવામાં આવશે. તો 16 સપ્ટેમ્બરના રોજ દિગમ્બર સમાજના ઉત્સવના દિવસે પણ કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભલે સત્તાના સૂત્રો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાસે હોય પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરનેય ગાંઠતા નથી. છાશવારે આ પ્રકારની ફરિયાદો ઉઠતી રહે છે પણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત તો છોડો પણ ઠપકો આપવાની હિંમત પણ કોઈની ચાલતી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરોને ગાંઠતા નથી અને ફોન પણ ઉપાડતા નથી. વધુ એક ભાજપના કોર્પોરેટરે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ કરી હતી કે, ” ડે. હેલ્થ ઓફિસર મેહુલ આચાર્ય ઉડાઉ જવાબ આપે અને મનફાવે તો ફોન ઉપાડે છે, મોટેભાગે ફોન ઉપાડતા નથી. ” ભાજપના કોર્પોરેટરની ફરિયાદ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીને ઠપકો આપવાની પણ હિંમત ન દાખવી ન હતી.

(10:03 pm IST)