Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

તાપી, નવસારી અને દાહોદમાં વરસાદી માહોલ

ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટું દાહોદના ધાનપુર અને દેવગઢ બારીયામાં વરસાદ :ડોલવણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો

અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપી, નવસારી અને દાહોદમાં વરસાદી માહોલ સર્જાયો છે

 .તાપી જિલ્લાના ડોલવણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો પવન પણ ફૂંકાયો હતો.તો નવસારી જિલ્લાના ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું.વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જો કે વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.તો દાહોદના ધાનપુર અને દેવગઢ બારીયામાં વરસાદી માહોલ સર્જાયો હતો.ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતુ.

(7:33 pm IST)