Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

સુરત :છેલ્લા અઢી વર્ષથી અપહરણ તથા પોસ્કો એકટના ગુનામાં નાસતા ફરતાં આરોપીને દમણથી દબોચી લેવાયો

પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરમાં શાંતિ સલામતી અને ગુનાખોરીને રોકી હેતુ લક્ષી ઓપરેશન ક્લિન

સુરત: શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરમાં શાંતિ સલામતી અને ગુનાખોરીને રોકી હેતુ લક્ષી ઓપરેશન ક્લિન શરૂ કર્યું છે જેમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યો છે.ત્યારે છેલ્લા અઢી વર્ષથી અપહરણ તથા પોસ્કો એકટના ગુનામાં નાસતા ફરતાં આરોપીને પાંડેસરા પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં જે રીતે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે જૂના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે. ખાસ કરીને હત્યા લૂંટ બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી લઈ તેના પર કાયદેસરની કાર્યવાહી સુરત પોલીસે શરૂ કરી છે. 

પાંડેસરા વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષથી અપહરણ તથા પોકસો એકટના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશ ગોપાલ પૂરીને અંગત બાતમીના આધારે દમણથી ઝડપી પાડી પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ મથકથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2019 ભોગ બનનાર સગીર વયની બાળકીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે બળાત્કાર કરી નાસી છૂટયો હતો.

પાંડેસરા પોલીસે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ વર્ક આઉટના આધારે માહિતી મેળવેલ કે આરોપી મુકેશ ગોપાલ પૂરી જેની ઉંમર-31 રહે સપનાચાલ અતિયાવાલા ચાર રસ્તા દાભેલી દમણથી પાંડેસરા પોલીસ વોચ ગોઠવી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ઓપરેશન ક્લિનના અંતર્ગત સુરતના પાંડેસરા પોલીસે દમનથી આરોપીને ઝડપી પાડી હતી. છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો મુકેશ ગોપાલ પૂરી ને દમણથી ઝડપી પાડ્યો હતો.

(12:52 am IST)