Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

વડોદરાના સુરસાગર તળાવમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટી જતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા

વડોદરા :શહેરની મધ્યમાં આવેલા સૂરસાગર તળાવમાં સવારે અસંખ્ય માછલીઓનાં મોત થતા દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું. બનાવ બનતા સ્થાયી સમિતિના અધ્યક્ષે સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું હતું.સૂરસાગર તળાવમાં અવારનવાર માછલીઓ અને કાચબાઓનાં મૃત્યુ થયા છે.બ્યુટિફિકેશનના નામે તળાવો બરબાદ કરાયા છે. તળાવના પાળા કુદરતી રીતે રાખવામાં આવે તો જળચર સૃષ્ટિ ટકી શકે. સૂરસાગર તળાવમાં ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હશે. તળાવના પાળા આરસીસીના કરતા પાણીમાં ઓક્સિજન જઇ શકે નહીં. સ્થિતિમાં તળાવમાં કૃત્રિમ રીતે ઓક્સિજન મળતું રહે તેવી વ્યવસ્થા કરવી પડે, પરંતુ તે પણ બંધ હાલતમાં છે. તળાવના પાળા આરસીસીથી નહીં બાંધવા અગાઉ પર્યાવરણવિદોએ કહ્યું હતું, આમ છતાં પાળા કુદરતી સ્વરૃપમાં નહીં રાખતા સ્થિતિ જોવા મળી રહી છે.દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ મુદ્દે વધુમાં કહ્યું હતું કે સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન જળતર જીવો માટે જોખમી બન્યું છે. તળાવો પ્રશ્ને તજજ્ઞાોની સલાહ લઇ જરૃરી નિર્ણયો લેવા માટે તેમણે રજૂઆત કરી છે. અને કોર્પોરેશનના અકુશળ વહીવટને જવાબદાર ઠેરવ્યો છે.

(7:02 pm IST)