Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

મહાપુરુષોની કૃપાના દિવ્ય કવચો સતત આપણી રક્ષા કરતાં હોય છે ; શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

SGVP ગુરુકુલના અક્ષરનિવાસી પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજીના અસ્થિનું નર્મદા મુરલી સંગમ સ્થાને વિસર્જન કરાયું.

 

અમદાવાદ તા. ૨૨ SGVP ગુરુકુલ છારોડીના અક્ષરનિવાસી પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તા. ૧૨ એપ્રિલના રોજ અક્ષરધામમાં પધાર્યા. તેમનો અંતિમ સંસ્કાર વિધિ તેની ઇચ્છાથી ગઢપુર ઘેલા નદીના ઘાટ પર તા.૧૩ એપ્રીલના રોજ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કિનારે મુરલી સંગમ સ્થાને તા. ૨૧ અપ્રીલના રોજ  કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજ નર્મદાના કિનારે ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આ શરીરના સાડા ત્રણ કરોડ રુવાડા છે તો મારે સાડા ત્રણ કરોડ ભગવાનના જપ કરવા અને આ શરીરથી કોઇ સારું સત્કર્મ થાય. આ વિચારે તેણે સાડા ત્રણ કરોડ જપ કર્યા અને ન ભૂતો નભવિષ્યતિ એવો ૨૧ દિવસનો જુનાગઢમાં યજ્ઞ કર્યો. 

આ પ્રસંગે વેડ રોડ સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલથી ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે પુરાણી સ્વામીતો પ્રેમની મૂર્તિ હતા. આ તપોભૂમિ છે કારણ કે અહીં નિલકંઠ વર્ણિ બીરાજે છે. આ નર્મદાના કિનારે લાખો તીર્થો આવેલ છે.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે આ સ્થળ શુકદેવજી મહારાજની તપોભૂમિ છે. પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તો મહાન પુરુષ હતા તેને કોઇ આવી વિધિ કરવાની હોય જ નહી પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે માટે કરવાનું હોય છે. પુરાણી સ્વામીતો ભગવાનની મુર્તિમાં લીન થઇ ગયા છે. આવા સતપુરુષો તો તીર્થોને પવન કરનારા હોય છે.

મહાપુરુષોનું અક્ષરધામમાં જવું એ પણ અલૌકિક હોય છે. આજ થી ૭૧ વર્ષ પહેલા ચૈત્ર સુદ એકાદશીને દિવસે પૂજ્ય પુરાણી સ્વામીએ આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજપાસે ભાગવતી દીક્ષા લીધેલી, તે જ ચૈત્ર સુદ એકાદશીએ સ્વામી ધામમાં પધાર્યા. ભગવાનના સંતો કાળની ગતિને પણ રોકી શકે છે. મહાપુરુષોની કૃપાના દિવ્ય કવચો સતત આપણી રક્ષા કરતાં હોય છે. તે આપણે નજરોનજર અનુભવી શકીએ છીએ.

સુરતથી આ પ્રસંગના યજમાન લાલજીભાઇ અણઘણ, ભીખાભાઇ સુતરિયા, ધીરુભાઇ અસ્વાર, ધીરુભાઇ કોટડીયા, તુલસીભાઇ ગોટી, વિઠ્ઠલભાઇ પાધરા, દુબઇથી પ્રકાશભાઇ દવે વગેરે હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.                                                                             

                                                                                                                                                   ------

 

(4:47 pm IST)