Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

LRD ભરતી આંદોલનનો સુખદ અંત ૨૦ ટકા વેઈટિંગ લિસ્‍ટ જાહેર કરશે સરકાર

રવિવાર બપોર સુધીમાં ઓફિશિયલ GRD થઈ જવાની જાહેરાત કરીઃ તેમજ ગૃહરાજય મંત્રીએ LRD ઉમેદવારોની બાધાના પારણા કરાવ્‍યા

અમદાવાદ, તા.૨૨: રાજયમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવ્‍યો છે. ૨૦ ટકા વેઈટિંગ લિસ્‍ટ રિ-ઓપન કરવાની ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરાઈ છે. હવે ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્‍ટ બનાવાશે. રવિવાર બપોર સુધીમાં ઓફિશિયલ GRD થઈ જવાની જાહેરાત કરી. તેમજ ગૃહરાજય મંત્રીએ LRD ઉમેદવારોની બાધાના પારણાં કરાવ્‍યા. આ જાહેરાત સાથે જ ઉમેદવારો અને ગૃહમંત્રીએ એકબીજાનુ મોઢું મીઠું કરાવ્‍યુ હતું. ઉલ્લેખનીય છે કે, ગૃહરાજય મંત્રી દ્વારા બપોરે ૧૨.૩૯ કલાકે એટલે કે વિજય મુહૂર્તમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
લોકરક્ષક ભરતી લિસ્‍ટ ઓપરેટ કરવા બાબતે ગૃહરાજય મંત્રીએ કહ્યુ કે, ૨૦૧૮ માં કુલ ૧૨૧૯૮ જગ્‍યા ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ૨૦૨૦ માં પરિણામ જાહેર થયું હતું. ત્‍યારે વેઇટીંગ લિસ્‍ટ ન હતું. ઉમેદવારોની લાગણી અને માંગણી હેઠવ વેઇટીંગ લિસ્‍ટનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ નિર્ણયથી યુવાનોને રોજગાર મળશે. પોલીસ અને પબ્‍લિકના રેશિયોમાં ઘટાડો થશે.
તેમણે વધુમાં જણાવ્‍યુ કે, ભરતી પરીક્ષામાં સતત વધી રહેલા ગુનાઓને બનતા અટકાવવા માટે અને કાયદો વ્‍યવસ્‍થા સાચવવા પહેલી વાર વેઇટીંગ લીસ્‍ટ ૨૦ ટકા કરવામાં આવ્‍યું છે.  આ નિર્ણયથી વય મર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને સરકારી નોકરીની તક મળશે.  પોલીસ બેડામાં વધારે ઉમેદવારો મળશે. પરમ દિવસ બપોર સુધી પરિપત્ર કરવામાં આવશે.જો કોઇ ઉમેદવાર પર આંદોલન દરમિયાન કોઇ નાના મોટા કેસ દાખલ થયા હશે તો કાયદાની જોગવાઇમાં રહી બનતી પુરતી મદદ સરકાર દ્વારા યુવાનોને કરવામાં આવશે. સરકારે એલઆરડી ઉમેદવારોને વાયદો આપ્‍યો હતો એ પુર્ણ કર્યો છે. પુરુષની ભરતીમાં ૨૦ ટકા વેઇટીંગ લિસ્‍ટ ઓપરેટ થશે. મહિલા ઉમેદવારોનું વેઇટીંગ લિસ્‍ટ ક્‍લીયર કરી દેવામાં આવ્‍યું છે.
ઉલ્લેખનીય છે કે, એસઆરડી આંદોલન બાબતે યુવાનોએ એનક પ્રકારની બાધા રાખી. જયદિપ સિંહ નામના ઉમેદવારે ચાની બાધા લીધી હતી, તો એક યુવાને ચપ્‍પલ પહેરવાની બાધા રાખી હતી, ત્‍યારે જયદિપસિંહને ગૃહરાજય મંત્રીએ ચા પીવડાવી બાધા છોડાવી હતી. ઉમેદવારને ચાના પારણા કરાવ્‍યા હતા

 

(3:25 pm IST)