Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કમોસમી વરસાદ ફરી વાર ચોમાસુ યાદ અપાવશે :સૌરાષ્ટ્ર-કચ્છ પર વધુ ખતરો : ગાજવીજ સાથે વરસાદ માવઠાના તમામ રેકોર્ડ તોડી શકે

ચોમાસામાં ન પડ્યો હોય એવો વરસાદ વરસી શકે: મધ્ય ગુજરાતમાં એકાદ-બે જગ્યાએ અને ઉત્તર ગુજરાતમાં કોઈક જગ્યાએ માવઠું થશે :દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર પર પણ માવઠાનો ખતર

અમદાવાદ :  ગુજરાતના ખેડૂતો માટે એક વખત ફરીથી કમોસમી વરસાદને લઇને માઠા સમાચાર આવ્યા છે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર આગામી દિવસોમાં ચોમાસા જેવો જ વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાંત  અનુસાર, માવઠાની સંભાવના સમગ્ર ગુજરાતમાં છે. પરંતુ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને અમરેલીમાં નદીઓમાં પૂર આવે એવી સ્થિતિનું નિર્માણ ગુરૂવારે થઈ શકે છે. પરેશભાઈના અનુમાન પ્રમાણે ઓછામા ઓછા પોણા ઈંચથી લઈને કેટલીક જગ્યાએ 2 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર, દ્વારકા, જામનગર, અમરેલી પર વધુ ખતરો છે જ્યાં ગાજવીજ, પવન સાથે માવઠું ત્રાટકી શકે છે. જેમાં ગુરૂવારનો દિવસ માવઠાના તમામ રેકોર્ડ તોડી શકે છે. અહીં કેટલાક ગામમાં 2 ઈંચ કરતા પણ વધુ માવઠું થઇ શકે છે.

પરેશ ગોસ્વામીના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ પર વધુ ખતરો છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં એકાદ-બે જગ્યાએ માવઠું થશે, ઉત્તર ગુજરાતમાં કોઈક જગ્યાએ માવઠું થશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર પર પણ માવઠાનો ખતરો છે.

(12:07 am IST)