Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર,નર્મદા દ્વારા ગુડીપર્વ હિન્દુ નવવર્ષ નિમિત્તે પ્રભાતફેરી નિકળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર,નર્મદા દ્વારા ગુડીપર્વ હિન્દુ નવવર્ષ નિમિત્તે રાજપીપળા ખાતે પ્રભાતફેરી નિકળી હતી.
ગુડીપર્વ હિન્દુ નવવર્ષ જાગૃતિ માટે નિકળેલી પ્રભાતફેરી વડીયા ગામની નરેન્દ્ર પાર્ક સોસાયટી થી રાજપીપળા મહાવિદ્યાલય રોડ થઈ સંતોષ ચોકડી થી હરસિધ્ધિમાતા નાં મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.જોકે જાણવા મળ્યા મુજબ આ દિવસે સમગ્ર દેશમાં અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર દ્વારા એકજ સમયે પ્રભાતફેરી નિકળી હતી.

(10:13 pm IST)