Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

નર્મદા: ઝુંડા ગામ પાસે સાસરીમાં જઇ રહેલા યુવાનની બાઈકનો અકસ્માત થતાં મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઝૂંડા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત થતાં રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
  મળતી માહિતી અનુસાર દિનેશભાઈ છોટાભાઈ બારીયા ઉ.વ.(૪૦) (રહે.જેશલપુર તા.નાંદોદ જી.નર્મદા )નામનો યુવાન આજે સવારે પોતાની કંથરપુરા ગામે આવેલી સાસરી માં મોટર સાઇકલ લઈ જતો હતો એ સમયે ઝુંડાં ગામ પાસે પહોંચતા જ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેની બાઈક અડફટમાં લેતા ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.ઘટના બાદ આસપાસ નાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરતા રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

(10:13 pm IST)