Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જુનારાજ ગામમાંથી બંદૂક સાથે એક શખ્સ ને ઝડપી પાડતી નર્મદા જિલ્લા SOG

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં એસ.ઓ.જી. ટીમ સતત વોચમાં રહી સારી કામગીરી કરી રહી હોય જેમાં હોટલ,ગેસ્ટ હાઉસ કે કારખાના સહિત નાં એકમો નાં સંચાલકો સામે પણ કાયદેસર પગલાં લઈ રહ્યા છે ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જૂનારાજ ગામ માંથી બંદૂક સાથે એક શખ્સ ને ઝડપી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર એસ. ઓ.જી નર્મદાનાં પીઆઈ ની સૂચના મુજબ અને હેડ કોન્સ્ટેબલ મનોજકુમાર શરણ કુમાર બ.નં. ૭૪૬ નાઓની ફરિયાદ મુજબ બાતમીના આધારે જુણારાજ ગામમાં રેડ કરતા ત્યાંથી ભુલાભાઇ બાવાભાઈ વસાવા( રહે,નિશાળ ફળિયાં, જુનારાજ તા. નાંદોદ, જી,નર્મદા )નાઓએ પોતાના કબજાનાં રહેણાંક ઘરમાં ગે.કા. રીતે એક ડબલ બેરેલ બિજ મઝલ લોડર બંદુક કી.રૂ.૫,૦૦૦ રાખી રેઈડ દરમ્યાન પકડાઇ જઇ ગુન્હો કર્યો હોય એસ. ઓ.જી નર્મદા એ ભુલાભાઈ વસાવા ને બંદૂક સાથે પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:08 pm IST)