Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

નર્મદા જિલ્લામાં મહિલા અને યુવાને ઝેરી દવા પી લેતા મહિલાનું મોત, યુવાન બેભાન હાલતમાં સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં ઝેરી દવા પીવાની ઘટના પણ વધુ બની રહી છે ત્યારે હાલમાં ડેડીયાપાડા તાલુકાના માથાસર ગામની વધુ એક મહિલાએ ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો છે જ્યારે ગરુડેશ્વર તાલુકાના ભાણદ્દા ગામના યુવાને પણ ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ છે
પ્રાપ્ત વિગતો અનુસાર ઉર્મિલાબેન પ્રિતેશભાઇ વસાવા( ઉ.વ.૨૦)( રહે.નીચલી માથાસર ગમાણ ફળિયુ તા. ડેડીયાપાડા જી,નર્મદા )એ ગઈ તા.૧૫/૦૩/ ૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે ૧૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન પોતાના પિયર કાંદા ગામે અગમ્ય કારણસર મનમાં ખોટું લાગવાથી ઝેરી દવા પી લીધેલ હોય ત્યાર બાદ તેઓને પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપલા સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હતા.અને ત્યાંથી વધુ સારવાર માટે રીફર કરતા ગઈ તા.૨૦/૦૩/૨૦૨૩ ના રોજ એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરેલ હતી અને તેમનું તા.૨૧/૦૩/૨૦૨૩ ના રોજ સારવાર દરમ્યાન મોત થતાં ડેડીયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી ઘટનામાં ભરતભાઈ ભદ્રસિંગભાઈ તડવી ઉ.વ.૨૫ રહે, ભાણદ્દા તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ગાભાગોળી નામની દવા પાણીમાં નાખીને પી જતા સારવાર માટે લઈ જતા તેઓ હાલમાં અર્ધ ભાનમાં હોય જેને વધુ સારવાર માટે રાજપીપળા સરકારી દવાખાના ખાતે રીફર કર્યા હોય ગરુડેશ્વર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

(10:08 pm IST)