Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભાદરવા ગામની યુવતી પર બળાત્કાર : નર્મદા જિલ્લામાં માર્ચ મહિનામાં બળાત્કારની છઠ્ઠી ઘટના સામે આવી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે જેમાં સગીર દીકરીઓનું અપહરણ અને બળાત્કારની ઘટના પોલીસ ચોપડે વધુ નોંધાઈ રહી હોય ફક્ત માર્ચ મહિના માં જિલ્લામાં છ બળાત્કારનાં ગુના નોંધાયા છે જેમાં વધુ સગીર વયની દીકરીઓને લગ્નની લાલચે અપહરણ કર્યા બાદ હવસખોરો બળાત્કાર કરતા હોય છે જ્યારે હાલમાં ભાદરવા ગામની એક યુવતી પર નરાધમે બળાત્કાર કર્યાનો મામલો તિલકવાડા પોલીસ મથકે નોંધાયો છે

મળતી માહિતી અનુસાર શર્મિલભાઇ વેચાભાઇ તડવી (રહે.ભુતીયાદરા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નામના યુવાને  તા.૧૭/૦૩/૨૦૨૩ થી તા.૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન યુવતી ને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ સુરત તથા નબીપુર ખાતે આવેલ હોટલોમાં યુવતીની મરજી વિરુધ્ધ બળાત્કાર કરી ગુનો કરતા તિલકવાડા પોલીસે શર્મિલ તડવી સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.

   
(10:06 pm IST)