Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મહેસાણાના ખેરાલુના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત

અકસ્માતમાં રિક્ષાચાલક, તેના પિતા અને માતાનું મોત:મૃતકો ખેરાલુ બાળાપીરના ઠાકોરવાસના રહેવાસી

મહેસાણાના ખેરાલુના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં  3ના મોત નિપજ્યા છે. રિક્ષામાં બેઠેલા અન્ય કેટલાક મુસાફરોને ઈજા પહોચી છે. જેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલાયા છે. અકસ્માતમાં રિક્ષાચાલક, તેના પિતા અને માતાનું મોત નિપજ્યું છે. મૃતકો ખેરાલુ બાળાપીરના ઠાકોરવાસના રહેવાસી છે

(9:12 pm IST)