Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન હડપ કરી સ્કીમ લોન્ચ કરનાર સંજય પરમાર અને તેના પરિવારજનો વિરુદ્ધ ગુના દાખલ

સરકારી જમીન પર બંગલાની સ્કીમ મૂકીને બે વ્યક્તિ પાસેથી પિતા- પુત્રે રૂપિયા 67.56 લાખની છેતરપિંડી કરી હોવાનો આરોપ

વડોદરા :  દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન હડપ કરી સ્કીમ લોન્ચ કરનાર સંજય પરમાર અને તેના પરિવારજનો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે. સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ બંગલો બનાવી તેની બાજુમાં ડુપ્લેક્સ બનાવવાની સ્કીમ મુકી હતી.

   સરકારી જમીન પર બંગલાની સ્કીમ મૂકીને બે વ્યક્તિ પાસેથી પિતા- પુત્રે રૂપિયા 67.56 લાખની છેતરપિંડી કરી હતી. છેતરપિંડીનો ભોગ બનનાર રોકાણકારોએ પાણીગેટ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ છે. પાણીગેટ પોલીસે સંજયસિંહ પરમાર, કુમાર પરમાર અને શાંતાબેન રાઠોડ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

   
(9:10 pm IST)