Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

રાજ્યમાં કોરોનાએ ફૂલ સ્પીડ પકડી : છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ સહીત 20 જિલ્લામાં નવા 247 પોઝિટિવ કેસ નોંધાયા:મહેસાણામાં એકનું મૃત્યુ : એક્ટિવ કેસ 1000ને પાર

અમદાવાદ કોર્પોરેશનમાં 124 કેસ, અમરેલીમાં 19 કેસ, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 16 કેસ, મહેસાણામાં 12 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ, રાજકોટમાં 8 કેસ, સુરતમાં 6 કેસ, ગાંધીનગર કોર્પોરેશન, અને જામનગર કોર્પોરેશનમાં 3-3 કેસ, આણંદ અને સાબરકાંઠામાં 2-2 કેસ, ભાવનગર કોર્પોરેશન,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા,નવસારી, પંચમહાલ , પાટણ અને પોરબંદરમાં 1-1 નોંધાયો :રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 1064 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ નોંધાયા છે, આજે વધુ 98 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,67144 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે મહેસાણામાં એક દર્દીનું મૃત્યુ થયું છે  ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,047 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.05 છે

 

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 500 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.96.800 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 1064 કેસ છે.જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે જયારે 1058 દર્દીઓ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે નવા  247 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 124 કેસ, અમરેલીમાં 19 કેસ, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 16 કેસ, મહેસાણામાં 12 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ, રાજકોટમાં 8 કેસ, સુરતમાં 6 કેસ, ગાંધીનગર કોર્પોરેશન, અને જામનગર કોર્પોરેશનમાં 3-3 કેસ, આણંદ અને સાબરકાંઠામાં 2-2 કેસ, ભાવનગર કોર્પોરેશન,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા,નવસારી, પંચમહાલ , પાટણ અને પોરબંદરમાં 1-1 નોંધાયો છે

   
(7:44 pm IST)