Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વડોદરાના પોર ગામે રહેતી યુવતીને ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દેનાર નરાધમને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: શહેર ના તાલુકામાં રહેતી તેમજ પોર ખાતેની કંપનીમાં ફરજ બજાવતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી દશરથ ગામમાં રહેતા રણજીત સનાભાઇ ગોહિલે યુવતીને સંતોષ ગેસ્ટ હાઉસ ખાતે લઈ ગયો હતો અને લગ્નનું વચન આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત રણજીત ગોહિલે વડોદરા ખાતે પોતાના ભાડાના મકાનમાં પણ યુવતીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. રણજીતે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને લગ્ન પણ કર્યું હતું દુષ્કર્મના કારણે યુવતીને નવ માસનો ગર્ભ રહી જતા તેણીએ વરનામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(6:55 pm IST)